તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ છતાં પાલિકાએ માત્ર નોટિસ ફટકારી સંતોષ માન્યોટંકારા (મોરબી અપડેટ): ટંકારા નગરપાલિકાના ઉગમણા નાકા વિસ્તારમાં પાલિકા તંત્રની આળસ અને નિષ્ક્રિયતાના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. વારંવારની રજૂઆતો છતાં પાલિકા દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકો દ્વારા વિસ્તારમાં સફાઈ અને ગેરકાયદેસર દબાણો હટાવવા મુદ્દે તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ પાલિકાએ મોટા ઉપાડે માત્ર દબાણકર્તાઓને નોટિસ આપીને પોતાની કામગીરી પૂરી થઈ ગઈ હોવાનો સંતોષ માની લીધો છે. વાસ્તવિક રીતે સ્થળ પરથી દબાણો હટાવવા કે યોગ્ય સફાઈ કરાવવામાં તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, પાલિકાના ઈજનેરને ઉપરોક્ત કામગીરી કઈ રીતે કરાવવી તે અંગે પૂરતું જ્ઞાન જ નથી. જ્યારે આ ગંભીર સમસ્યા વિશે ઈન્ચાર્જ ચીફ ઓફિસર પરમારનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમનો ફોન બંધ આવતો હતો. અધિકારીઓની આ પ્રકારની બેદરકારીના કારણે ઉગમણા નાકાના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.#Tankara #MorbiUpdate #NagarPalika #UgamanaNaka #PublicIssue #GujaratNews #LocalNews #Encroachment