મોરબી અપડેટ: મોરબીમાં તારીખ 27/09/2026 ના રવિવારના રોજ નવા કામની તેમજ ફિડર મેન્ટેનન્સ કરવાની કામગીરી કરવાની હોવાથી PGVCL ના મોરબી શહેર-3 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી હોસ્પીટલ ફીડર સવારે 08:30 થી બપોરના 04:30 વાગ્યા સુધી બંધ રહેશે.આ ફીડરમાં આવતા વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપીંગ, સાવસર પ્લોટ આસપાસની તમામ હોસ્પીટલ વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.