મોરબી, હળવદ અને માળીયામાં ટ્રાન્સમિશન લાઈનનો વિરોધ: 600થી વધુ ખેડૂતોએ આપ્યા વાંધા-સૂચનોમોરબી અપડેટ : મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે અલગ અલગ રાઉન્ડમાં હજારો ખેડૂતોને MRC કમિટી માટે બોલાવામાં આવ્યા છે. જેમાં પ્રથમ રાઉન્ડમાં સવારે 10થી 12 વાગ્યા દરમિયાન મોરબી, હળવદ અને માળીયાથી પસાર થતી 765 કેવી લાઇનના અસરગ્રસ્ત 800થી વધુ ખેડૂતોને બોલાવામાં આવ્યા હતા. જો કે ખેડુતોએ કમિટીમાં ભાગ લીધો નથી. 600 જેટલા ખેડુતોએ પોતાના વાંધા સૂચનો નોંધાવ્યા છે. અસરગ્રસ્ત ગામો અને ખેડૂતોની સંખ્યા● મોરબી તાલુકો: સખપર (12), જેતપર (136), પિલુડી (100), સાપર (19), સોખડા (23) અને વાઘપર (36).● હળવદ તાલુકો: નવા દેવળીયા (140) અને જુના દેવળીયા (21).● માળીયા મીંયાણા તાલુકો: જાજાસર (76), માળીયા (62), નાની બરાર (14), રાસંગપર (77), સોનગઢ (6), પાધરવા (51) અને વિરવદરકા (50).આ પ્રક્રિયા માટે વિવિધ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી મોરબી અને સ્ટાફ, નાયબ મામલતદાર બી.ડી.પટેલ, મામલતદાર મોરબી ગ્રામ્ય અને સ્ટાફ, નાયબ મામલતદાર આર.આર.હુંબલ, ડેપ્યુટી કલેકટર-1 અને સ્ટાફ, નાયબ મામલતદાર ઓ.એન. જાડેજા હાજર હતા. આ ઉપરાંત હળવદ અને માળીયા માટે મામલતદાર હળવદ અને સ્ટાફ, નાયબ મામલતદાર એ.એમ.પાધરા, પ્રાંત અધિકારી હળવદ અને સ્ટાફ, નાયબ મામલતદાર સી.એ.પ્રજાપતિ, મામલતદાર માળીયા (મીં) અને સ્ટાફ તથા નાયબ મામલતદાર વી.આર.ઝાલરીયા હાજર રહ્યા હતા.#Morbi #MorbiUpdate #Halvad #MaliyaMiyana #FarmersProtest #TransmissionLine #GujaratNews #MorbiNews