વાંધાના લેટર પર માત્ર સહી કરાતી હોવાથી બોલાચાલી થઈ, તંત્રએ ઇનવર્ડ સિક્કાની વ્યવસ્થા કરતા મામલો શાંત પડ્યો મોરબી અપડેટ : મોરબી કલેકટર કચેરીએ MRC કમિટીની બેઠકને લઈ હજારોની સંખ્યામાં ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. જેમાં તબક્કાવાર અલગ અલગ ગામના ખેડૂતોને બોલાવાય રહ્યા છે. સવારે ખેડૂતોને સાંભળવાની અને તેમના વાંધા સૂચનો સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત સૌથી પહેલા ચકમપર અને જેતપર ગામના ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. આ ખેડૂતોને તેમના વાંધા સૂચનો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું, અને મોટાભાગના ખેડૂતો પોતાના વાંધા સૂચનો રજૂ કરી રહ્યા છે.જ્યારે ખેડૂતો પોતાના વાંધા સૂચનો ટેબલ પર જમા કરાવવા ગયા, ત્યારે શરૂઆતમાં અધિકારીઓ દ્વારા માત્ર સહી કરી આપવામાં આવતી હતી. ખેડૂતોએ માંગ કરી હતી કે તેમને ઇનવર્ડ કરી આપવામાં આવે, પરંતુ ઇનવર્ડનો સિક્કો ન હોવાથી 'માત્ર સહી ચાલશે' તેમ કહેવાતા થોડીવાર માટે બોલાચાલી થઈ હતી. જોકે, બાદમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઇનવર્ડના સિક્કાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ ખેડૂતોના વાંધા સૂચનો અને રજૂઆતો પર ઇનવર્ડના સિક્કા મારી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હાલ આ પ્રક્રિયા ચાલી રહી છે.સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગ્રાઉન્ડમાં 100 જેટલા પોલીસ સ્ટાફ, DySP, PI, બી ડિવિઝન, LCB, SOG PI અને અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.#Morbi #MorbiUpdate #Farmers #GujaratPolice #Chakampar #Jepar #MorbiNews