ભાદરવો તારણહાર સાબિત થયો, શ્રાવણ મહિનામાં 80.66% વરસાદ હતો, ભાદરવાના 13 દિવસમાં વરસાદ 100.41% એ પહોંચ્યોમોરબી અપડેટ : અલનીનોના કારણે ઓછો વરસાદ રહેવાની ભીતિ વચ્ચે ભાદરવો મહિનો ખેડૂતો અને કૃષિપાક માટે તારણહાર સાબિત થયો છે. ભાદરવા મહિનાની શરૂઆતના માત્ર 13 દિવસમાં જ સૌરાષ્ટ્રમાં સરેરાશ 14.9% વરસાદ વરસી ગયો છે, જેનાથી સુકાઈ રહેલા પાકને નવું જીવતદાન મળ્યું છે. આ વરસાદી માહોલમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી એકમાત્ર મોરબી જિલ્લો એવો છે જ્યાં સિઝનનો 100% વરસાદ નોંધાઈ ચૂક્યો છે.સૌરાષ્ટ્રના કુલ 81 તાલુકાઓમાંથી માત્ર 15 તાલુકાઓમાં જ 100% થી વધુ વરસાદ પડ્યો છે. જેમાં મોરબી જિલ્લાના હળવદ, માળીયા મિયાણા અને વાંકાનેર તાલુકાઓનો સમાવેશ થાય છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, મોરબી સહિતના કેટલાક જિલ્લાઓના તમામ તાલુકાઓમાં 50% થી વધુ વરસાદ વરસી ગયો હોવાથી આ એક મોટા રાહતના સમાચાર છે.વરસાદના સત્તાવાર આંકડાઓની સરખામણી કરીએ તો, મોરબી જિલ્લામાં શ્રાવણ મહિનામાં 80.66% વરસાદ હતો, જે ભાદરવા મહિનાના આ 13 દિવસના સારા વરસાદ બાદ વધીને 100.41% એ પહોંચી ગયો છે. આ પાછોતરા વરસાદથી મોરબી જિલ્લાના કૃષિ પાકને મોટો ફાયદો થવાની સાથે જળાશયોમાં નવા નીરની આવક થતા સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.જિલ્લાવાર વરસાદના આંકડા (શ્રાવણ અને ભાદરવા મહિનાના અંતે):● મોરબી: શ્રાવણ 80.66% | ભાદરવો 100.41%● સુરેન્દ્રનગર: શ્રાવણ 82.84% | ભાદરવો 97.81%● ભાવનગર: શ્રાવણ 73.28% | ભાદરવો 95.70%● બોટાદ: શ્રાવણ 71.58% | ભાદરવો 91.60%● અમરેલી: શ્રાવણ 74.39% | ભાદરવો 87.46%● જૂનાગઢ: શ્રાવણ 55.78% | ભાદરવો 67.65%● ગીર સોમનાથ: શ્રાવણ 46.69% | ભાદરવો 62.54%● રાજકોટ: શ્રાવણ 47.24% | ભાદરવો 61.84%● જામનગર: શ્રાવણ 30.20% | ભાદરવો 42.83%● પોરબંદર: શ્રાવણ 18.28% | ભાદરવો 30.86%● દ્વારકા: શ્રાવણ 06.89% | ભાદરવો 16.45%#Morbi #MorbiUpdate #MorbiRain #SaurashtraRain #Monsoon #GujaratRain #Halvad #Wankaner #MaliyaMiyana #RainUpdate