DDO ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ વચ્ચે MOU સંપન્નમોરબી અપડેટ : મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ હસ્તકની અને મોરબી તાલુકાની ખેવાળીયા પ્રાથમિક શાળાના વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સંચાલિત પ્રોજેક્ટ 'લાઈફ' દ્વારા આ શાળાના 12 ઓરડાઓ સંસ્થાના 100% અનુદાનથી બાંધી આપવાની સહમતિ દર્શાવવામાં આવી છે.આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી દ્વારા ગત તારીખ 29/07/2026 થી પત્ર વ્યવહાર કરીને સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટને MOU કરવા માટે જણાવાયું હતું. ત્યારબાદ, મોરબીના જિલ્લા વિકાસ અધિકારી (DDO) ના સીધા માર્ગદર્શન અને પ્રેરણા થકી આજ રોજ તારીખ 25/09/2026 ના રોજ એક મહત્વના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સદર સંસ્થા વચ્ચે થયેલા આ MOU મુજબ, હવે પ્રોજેક્ટ 'લાઈફ' ના 100% અનુદાનથી શ્રી ખેવાળીયા પ્રાથમિક શાળામાં નવા 12 ઓરડાઓ, એક અદ્યતન કોમ્પ્યુટર લેબ અને સેનિટેશન (શૌચાલય) સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતા શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે એક અત્યાધુનિક અને સુવિધાજનક માળખું પ્રાપ્ત થશે.#Morbi #MorbiNews #Education #ProjectLife #PrimarySchool #Khevaliya #DDOMorbi #MorbiUpdates #SchoolDevelopment