આજે ભાવ નક્કી કરવાના નથી, જે ખેડૂત ન આવી શક્યા હોય તેઓને ફરીથી બોલાવામાં આવશે : જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરેએ આજની MRC કમિટીની બેઠકને લઈ જાહેર કરી વિગતોમોરબી અપડેટ : મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ખેડૂતોના જમીન વળતર અને વેલ્યુએશન પ્રક્રિયા અંગે વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું કે સરકારના 4-7-2026 ના પરિપત્ર મુજબ MRC કમિટીની રચના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 109 ખેડૂતોનું વેલ્યુએશન પૂર્ણ કરવામાં આવ્યું છે અને 44 ખેડૂતોના ખાતામાં મળવાપાત્ર રકમ જમા પણ કરી દેવામાં આવી છે.કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે જે ખેડૂતો હજુ સુધી MRC કમિટીમાં જોડાયા નથી, તેમને તક આપવા માટે આજે બોલાવવામાં આવ્યા છે. ખેડૂતો કમિટીમાં પોતાના વેલ્યુઅરની નિમણૂક કરી શકે છે. આ માટે 5 અલગ-અલગ રૂમમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને 5 તાલુકાઓ માટે હેલ્પડેસ્ક પણ શરૂ કરાયા છે. ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે માઈક સિસ્ટમની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પેનલ પરના વેલ્યુઅર્સને પણ આજે હાજર રાખવામાં આવ્યા છે.વેલ્યુએશનની 21 દિવસની પ્રક્રિયાઆજના દિવસનો મુખ્ય હેતુ માત્ર વેલ્યુઅર પસંદ કરવાનો છે, આજે કોઈ ભાવ નક્કી થવાના નથી. વેલ્યુઅર નક્કી થયા બાદ, પરિપત્રની જોગવાઈ મુજબ 21 દિવસમાં વેલ્યુઅર ખેતર પર જઈને ખેડૂતો સાથે બેસીને કામગીરી કરશે. કંપનીના વેલ્યુઅર અને ખેડૂતના વેલ્યુઅર સમાંતર કામગીરી કરશે અને 21 દિવસ બાદ બંધ કવરમાં ભાવ આપવામાં આવશે.ગેરહાજર રહેલા ખેડૂતોને બીજી તક અપાશેકલેકટરના જણાવ્યા અનુસાર કોઈ કારણસર અથવા બહારગામ હોવાને કારણે જે ખેડૂતો આજે હાજર રહી શક્યા નથી, તેમને ગભરાવવાની કે પેનિક થવાની કોઈ જરૂર નથી. વહીવટી તંત્ર દ્વારા આવા ખેડૂતોને પૂરતો સમય આપીને બીજી તક આપવામાં આવશે અને તેમને ફરીથી પત્ર લખીને બોલાવવામાં આવશે. દર શુક્રવારે 3 વાગ્યે MRC ની બેઠક યોજવામાં આવે છે જેમાં ખેડૂત પ્રતિનિધિ, લાઈનના પ્રતિનિધિ અને સરકારી પ્રતિનિધિઓ હાજર રહીને વેલ્યુએશનની કામગીરી કરે છે.અફવાઓથી દૂર રહેવા અપીલ : કલેકટરકલેકટરે જણાવ્યું કે ખેડૂતોની જે માંગણીઓ હતી કે કમિટીની રચના થાય, તેમના પ્રતિનિધિ હોય અને વ્યાજબી ભાવ મળે, તે તમામ માંગણીઓ સંતોષાઈ ગઈ છે. અન્ય ગામોમાં પણ જ્યાં MRC કમિટી દ્વારા ભાવ નક્કી કરાયા છે ત્યાં ખૂબ વ્યાજબી ભાવ મળ્યા છે અને ખેડૂતો સંતુષ્ટ છે. કલેક્ટરે ખેડૂતોને અપીલ કરી કે તેઓ કોઈપણ ખોટી અફવાઓ કે ખોટા સંદેશાઓમાં ન ફસાય અને પ્રક્રિયા બાબતે કોઈ મૂંઝવણ હોય તો સીધો જ હેલ્પડેસ્ક અથવા તંત્રનો સંપર્ક કરે.#Morbi #MorbiUpdate #CollectorMorbi #SwapnilKhare #Farmers #LandValuation #GujaratNews #MorbiNews