મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય મોરબી અપડેટ: મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને 'જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ' તેમજ 'પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ'ની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં મોરબી, માળિયા અને ટંકારા તાલુકાના 5 ગામોમાં પીવાના પાણીની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા અર્થે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. જેના ભાગરૂપે આ ગામોમાં નવા સંપ, નેટવર્ક જોડાણ, પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને કૂવા નિર્માણ સહિતના કુલ 64,36,554 રૂપિયાના પાણી પુરવઠાના વિકાસકામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.આ ઉપરાંત, બેઠકમાં કલેક્ટર દ્વારા જિલ્લામાં પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, જળાશયોમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો, પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સ અને પાણીવેરા પ્રોત્સાહક યોજનાની કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ નાગરિકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાણીનું નિયમિત અને યોગ્ય ક્લોરિનેશન સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ અને પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર મહેશ દામા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiCollector #WaterSupply #DevelopmentWorks #SanitationCommittee #DrinkingWater