300 થી વધુ ખેડૂતોની ઉપસ્થિતિમાં મલ્ટીનેશનલ કંપનીઓના સ્ટોલ ગોઠવાયા: કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વર્તમાન ખેતીલક્ષી માર્ગદર્શન અપાયુંમોરબી અપડેટ : મોરબી નજીકના ખાખરાળા ગામ મુકામે આજ રોજ 25 સપ્ટેમ્બર 2026 ના રોજ ખેડૂતોના હિતાર્થે એક વિશાળ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નવલખી બાયપાસ રોડ પર પરશુરામ ઓવરબ્રિજ નીચે આવેલા કૃષિ એગ્રો કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો.આ ખેડૂત સભામાં ખાખરાળા અને આસપાસના વિસ્તારોમાંથી અંદાજિત 300 થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેડૂતોને આધુનિક ખેતી, બિયારણ અને દવાઓ વિશે સચોટ માહિતી પૂરી પાડવા માટે સભા સ્થળે બાયર, કોરોમંડલ, મેઘમણી, IIL, અને કોટેવા જેવી ખ્યાતનામ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા અલગ-અલગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને વર્તમાન ચોમાસા અને પાકની સ્થિતિને અનુરૂપ સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબીના વૈજ્ઞાનિકો તેમજ નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક દિલીપભાઈ સરડવા દ્વારા ખેતીની વર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.#Morbi #MorbiNews #Khakhrala #FarmersMeeting #Agriculture #KVKMorbi #KrishiAgro #MorbiUpdates #GujaratFarmers