વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ ઓઆરબી સિરામિક નામની ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની છોટુ સંતરામ ઉ.30 નામના શ્રમિકે ગઈકાલે રાત્રીના સમયે કોઈ અગમ્ય કારણોસર લેબર કોલોનીમાં આવેલ પોતાની રૂમમાં પંખા સાથે લટકી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.