ખત્રીવાડમાં આવેલા ઘરમાંથી તાળા તોડ્યા વિના બે કબાટમાંથી રૂ.77 હજારની રોકડ રકમની જ ઉઠાંતરી કરી : જાણભેદુ હોવાની આશંકામોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાના કમિશનરના PA તરીકે ફરજ બજાવતા પરેશ કુંદનલાલ અંજારિયાના ઘરે ચોરીનો બનાવ સામે આવ્યો છે. તેઓ ખત્રીવાડ શેરી નંબર 1 માં રહે છે. તેમના ઘરમાંથી તારીખ 19/9 થી 23/9 ની વચ્ચેના સમયગાળા દરમિયાન 77,000 રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ છે.આ ચોરીની ઘટનામાં કોઈ જાણભેદુનો હાથ હોવાની પ્રબળ આશંકા છે. કારણ કે, ઘરમાં રહેલા બે કબાટમાંથી માત્ર 77,000 રૂપિયાની રોકડ રકમ જ ચોરાઈ છે. કબાટમાં સોના અને ચાંદીના ઘરેણાં પણ પડ્યા હતા, પરંતુ ચોરે તેને હાથ પણ લગાવ્યો ન હતો. આશ્ચર્યની વાત એ છે કે, મકાનના કે કબાટના કોઈ તાળા તોડવામાં આવ્યા નથી અને ચોરી કરવામાં આવી છે. ચોરાયેલી રકમમાં 10 અને 20 રૂપિયાના બંડલનો પણ સમાવેશ થાય છે.આ બનાવ અંગેની જાણ થતાં પરિવાર દ્વારા 112 નંબર પર પોલીસને ફરિયાદ કરી જાણ કરવામાં આવી હતી. જેના પગલે એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર, તારીખ 19 ના રોજ બાજુની શેરીમાંથી પણ કોઈ જાણભેદુ દ્વારા આ જ રીતે 8,000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરવામાં હતી. ઉલ્લેખનીય છે કે આ મકાનમાં માત્ર બે જ વ્યક્તિઓ રહે છે અને પરેશ કુંદનલાલ અંજારિયા મહાનગરપાલિકામાં કમિશનરના PA તરીકે પોતાની ફરજ બજાવે છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Theft #CrimeNews #MorbiPolice #GujaratNews