વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવાકાર્યના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપતા નાટકો નિહાળવા નગરજનો ઉમટ્યામોરબી અપડેટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવાકાર્યના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં યોજાઈ રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મોરબી જિલ્લામાં વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા 21 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ‘નમો સેવા ગાથા – અનકહી કહાની’ વિષય હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત ગત 23 સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકાના નાગડાવાસ અને પાનેલી ગામે ગ્રામજનો માટે તેમજ રાત્રિના સમયે લીલાપર રોડ સ્થિત મયુર નગરી કા રાજા ખાતે શહેરીજનો માટે શેરી નાટકના વિશેષ પ્રદર્શનો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં કલાકારો દ્વારા આકર્ષક સંવાદો અને દ્રશ્યો થકી સેવા, સમર્પણ અને જનકલ્યાણના વિચારોને અત્યંત સરળ શૈલીમાં લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.આ નાટકો નિહાળવા માટે યુવાનો, વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આગામી દિવસોમાં પણ સમગ્ર મોરબી જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં શેરી નાટકોની આ શૃંખલા સતત ચાલુ રાખવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #NamoSevaGatha #SevaSankalpAbhiyan #StreetPlay #MorbiTaluka