મહાનગરપાલિકાના નવા બાંધકામમાં ડો. બાબાસાહેબ આંબેડકર ભવનનું નામ પુન:સ્થાપિત કરવાની માંગ કરાઈમોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકાના ડો.બી.આર. આંબેડકર ચોક ખાતે ગત તા.23/09/2026 ના રોજ મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ મૂળનિવાસી સંઘ દ્વારા સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરામાં ડો. બાબાસાહેબ આંબેડકર સાથે થયેલા ભેદભાવની યાદમાં આ સંકલ્પ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં SC, ST, OBC અને લઘુમતી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં હાજર સૌએ 'શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો'ના સૂત્ર સાથે બંધારણીય મૂલ્યોનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો. આ તકે મોરબી મહાનગરપાલિકાના નવા બાંધકામમાં ડો. બાબાસાહેબ આંબેડકર ભવનનું નામ પુન:સ્થાપિત કરવાની વિશેષ માંગ કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અનુસૂચિત જાતિ મૂળનિવાસી સંઘ, મોરબીના પ્રેસિડેન્ટ નાનજીભાઈ સોલંકી (મો. 8141813389) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે 'જય ભીમ' અને 'જય બંધારણ' ના નારા સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.#Morbi #MorbiUpdate #SankalpDivas #DrAmbedkar #MorbiNews #GujaratNews