મોરબી અપડેટ: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો માટે તા.29ના રોજ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવશે. પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને વિનંતી કરવામાં આવી છે કે જેમના વીજ બિલ ભરવાના બાકી છે, તેઓ તાત્કાલિક ઓનલાઈન અથવા કચેરીએ જઈને પોતાનું બિલ ભરી દે.આગામી તારીખ 29-09-2026, મંગળવારના રોજ મોટી સંખ્યામાં પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. કામગીરી દરમિયાન સ્થળ પર કોઈ પણ પ્રકારનું પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહિ. જો પાવર કપાયા બાદ ગ્રાહકને ફરી જોડાણ મેળવવું હશે, તો તેમણે પૂરેપૂરું બિલ અને સાથે રી-કનેક્શન ચાર્જ પણ ભરવો પડશે. ગ્રાહકોને સમયસર બિલ ભરીને વિજળી સેવા અવિરત રાખવા માટે પીજીવીસીએલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.#PGVCL #MorbiUpdate #MorbiNews #ElectricityBill #DisconnectionDrive #Morbi #Gujarat #PayBillOnline