મોરબી અને હળવદના મુસાફરોને પાટણ જવા પડતી મુશ્કેલી નિવારવા પી.પી.જોષી દ્વારા વિભાગીય નિયામકને રજૂઆતમોરબી અપડેટ : ગુજરાત એસ.ટી. મુસાફર હિત રક્ષક સમિતિના પ્રતિનિધિ પી.પી. જોષી દ્વારા મહેસાણા એસ.ટી. ડીવીઝનના વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરી મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવવા માંગ કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, હાલમાં બહુચરાજી-પાટણ-મોરબી રૂટની બસ રિટર્નમાં મોરબીથી બહુચરાજી સુધી જાય છે, જેને પાટણ સુધી લંબાવવાની તાતી જરૂરિયાત છે. મોરબી અને હળવદ વિસ્તારના ઘણા મુસાફરો પિતૃકાર્ય માટે તેમજ કાયમી દવાની સારવાર માટે પાટણ જતા હોય છે. હાલની વ્યવસ્થા મુજબ આ મુસાફરોએ બહુચરાજીથી બસ બદલવી પડે છે, જેના કારણે તેઓ તે જ દિવસે પરત આવી શકતા નથી અને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.સમયમાં ફેરફારનું સૂચનઆ બસ હાલમાં મોરબીથી સવારે 5:45 વાગ્યે ઉપડે છે. રજૂઆતમાં સૂચન કરવામાં આવ્યું છે કે જો આ સમય બદલીને સવારે 5:00 વાગ્યાનો કરવામાં આવે તો આ બસ સરળતાથી પાટણ સુધી જઈ શકે તેમ છે. આ ફેરફારથી મુસાફરોને સીધી સુવિધા મળશે અને સાથે જ સંસ્થાની આવકમાં પણ વધારો થશે.વૈકલ્પિક વ્યવસ્થાની માંગવધુમાં જણાવાયું છે કે, જો કોઈ કારણસર આ બસને પાટણ સુધી ન લંબાવવામાં આવે, તો આ બસનું સંચાલન પાટણ ડેપોને સોંપવામાં આવે તેવો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ અંગે મુસાફર અને સંસ્થા બંનેના હિતમાં યોગ્ય નિર્ણય લેવા પત્ર લખીને અપીલ કરવામાં આવી છે અને તેની નકલ બહુચરાજી ડેપો મેનેજરને પણ રવાના કરવામાં આવી છે.#Morbi #Patan #STBus #GujaratST #MorbiUpdate #Halvad #Becharaji #PublicTransport