30 થી વધુ બાળકો અને તેમની માતાઓએ ઈન્ડોર ગેમ્સમાં ઉત્સાહભેર ભાગ લીધો: સ્પર્ધાના વિજેતાઓને મેડલ આપી સન્માનીત કરાયામોરબી અપડેટ: મોરબીમાં સોની બજાર કા રાજા (વેરાઈ શેરી) દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે વિશેષ 'એક મિનિટ ખેલ મહોત્સવ' યોજવામાં આવ્યો હતો. આ સ્પર્ધા અંતર્ગત બાળકોને 1 મિનિટની સમયમર્યાદાવાળી વિવિધ ઇન્ડોર ગેમ્સ રમાડવામાં આવી હતી. આ મહોત્સવમાં 30 થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ રમતની મજા માણી હતી.આ ખેલ મહોત્સવમાં રમાડવામાં આવેલી તમામ રમતોના અંતે ટોપ 2 વિજેતાઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોનો ઉત્સાહ વધારવા માટે તેમની માતાઓએ પણ ભાગ લીધો હતો અને તેમને પણ મેડલ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આજના મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે આવા રમત-ગમતના આયોજનો વધુમાં વધુ યોજાવા. આ તકે આયોજક મિત્ર મંડળ દ્વારા જાહેર જનતાને 'સોની બજાર કા રાજા' ના દર્શનનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GaneshUtsav #SoniBazarKaRaja #EkMinuteKhelMahotsav #IndoorGames #KidsActivities