સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઇમરજન્સીના સમયે ગભરાયા વગર દર્દીનો જીવ બચાવવા અંગે પ્રશિક્ષકો દ્વારા અપાયું સચોટ માર્ગદર્શનમોરબી અપડેટ : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબી-2 સ્થિત L.E. Engineering Degree College ખાતે કોલેજના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ 'ફર્સ્ટ રિસ્પોન્ડર' (પ્રાથમિક જીવનરક્ષક) તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આકસ્મિક પરિસ્થિતિમાં યોગ્ય સમયે સચોટ પ્રાથમિક મદદ પહોંચાડવાની ક્ષમતા વિકસાવવાનો હતો.આ તાલીમ સત્ર દરમિયાન પ્રશિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને CPR (Cardiopulmonary Resuscitation) અને બેઝિક લાઈફ સપોર્ટ અંગે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. મેડિકલ ઇમરજન્સીના સમયે ગભરાયા વગર સલામત રીતે કઈ રીતે મદદ કરવી, બેભાન વ્યક્તિનું પ્રાથમિક મૂલ્યાંકન કઈ રીતે કરવું અને તબીબી સહાય ઉપલબ્ધ થાય ત્યાં સુધી શું તાત્કાલિક પગલાં લેવા તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રશિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ચેસ્ટ કમ્પ્રેશન (છાતી પર દબાણ) ની યોગ્ય પદ્ધતિનું નિદર્શન કરાયું હતું અને ત્યારબાદ તાલીમાર્થીઓ પાસે મેનેક્વીન (Mannequin) પર હેન્ડ્સ-ઓન (Hands-on) પ્રેક્ટિસ પણ કરાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે ધ્યાનમાં રાખવાની 4 મુખ્ય બાબતો શીખવવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ પોતાની અને અન્યની સ્થળ પર સલામતી સુનિશ્ચિત કરવી, વ્યક્તિના શ્વાસ અને પ્રતિભાવનું પ્રાથમિક મૂલ્યાંકન કરવું, જરૂરિયાત મુજબ તબીબી સહાય માટે કોલ કરવો અને તાલીમ મુજબ યોગ્ય CPR કે પ્રાથમિક સારવાર આપવી વગેરે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.કોલેજના વિદ્યાર્થીઓએ આ તાલીમમાં અત્યંત ઉત્સાહભેર અને સક્રિયપણે ભાગ લીધો હતો. 'સમયસરની યોગ્ય પ્રાથમિક મદદ જીવન બચાવી શકે છે' તેવા ઉમદા અને પ્રેરણાદાયી સંદેશ સાથે આ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.#Morbi #LECollegeMorbi #FirstResponseTraining #CPRTraining #SevaSankalp #MorbiUpdates #MorbiNews #GujaratEducation