મોરબી અપડેટ: મોરબી જીલ્લાના ગામડાંઓમાં વીજલાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને રેવન્યુ તલાટી મંત્રી દ્વારા નોટિસ આપીને બળજબરીપૂર્વક માર્કેટ રેટ કમિટી બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થયા છે. ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડતી આ કાર્યવાહીનો લેખિતમાં સણસણતો જવાબ આપવા માટે આવતીકાલે શુક્રવારે ખેડૂતો મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ એકઠા થવાના છે. જેતપર સત્યાગ્રહ છાવણી દ્વારા આગામી 25 તારીખના રોજ કલેકટર કચેરી ખાતે જવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખેડૂત ભાઈઓ, બહેનો તથા બાળકોને પણ સ્કૂલમાં રજા રાખીને ખાસ સાથે લાવવા માટે વિનંતી કરવામાં આવી છે. ખેડૂતોને કલેકટર કચેરીએ સવારથી સાંજ સુધીનો સમય લાગી શકે છે, તેથી કોઈને ભોજનની તકલીફ ન પડે તે માટે જેતપર ખાતે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આસપાસના ગામના લોકોની મદદથી 10000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ માટે કેટરર્સની 8 ટીમો અને મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો પોતાના હકની લડાઈ માટે આ ફૂડ પેકેટ સાથે કલેકટર કચેરીએ ઉમટી પડશે અને પોતાનો વિરોધ નોંધાવશે.#Morbi #MorbiNews #MorbiUpdate #FarmersProtest #Jetpar #MorbiCollector #GujaratFarmers #KhedutAdhikar