રાજકોટના ભાજપ અગ્રણીના કોન્ટ્રાકટરના શ્રમિકોને બે અલગ અલગ ગોડાઉનમાં મારકુટ કરાઈવાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલનાકા પાસે આવેલ વાઈટ હાઉસ નામની બંધ ફેકટરીમાં તેમજ એક અન્ય મગફળીના ગોડાઉનમાં કામ કરતા મજૂરોને ત્રણ શખ્સોએ અહીં કામ કરવાની ના પાડી ભગાડી મુકતા ગોડાઉન કોન્ટ્રાકટર એવા રાજકોટના ભાજપ અગ્રણીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે રહેતા અને ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનમાં ગોડાઉન તેમજ મજૂરો સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ ધરાવતા ભાજપ અગ્રણી નિલેશ બાબુભાઇ જલુ ઉ.53એ આરોપી ભરતસિંહ, ભૂપતસિંહ અને અલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અઠવાડિયા પૂર્વે આ ત્રણેય આરોપીઓ ફરિયાદીના વઘાસિયા ટોલનાકા પાસે આવેલ વાઈટહાઉસ નામની બંધ ફેકટરીના ગોડાઉન તેમજ સીબેલા કારખાનામાં આવેલ મગફળીના ગોડાઉને ગયા હતા અને અહીં કામ કરતા મજૂરોને ધમકાવી અહીં કામ ન કરવા ધમકી આપી હતી.જેથી મજૂરી કામ છોડી જતા રહેતા હતા. બનાવ અંગે નિલેશ જલુની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.