સ્વચ્છતા, ટ્રાફિક, ગૌમાતાની જાળવણી અને પર્યાવરણ મુદ્દે મોરબીવાસીઓને માર્મિક સંદેશમોરબી અપડેટ: શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા, ગંદકી અને પ્રદૂષણ જેવા વિવિધ મુદ્દાઓ પર લોકોમાં જાગૃતિ લાવવા માટે કોમનમેન ફાઉન્ડેશન-મોરબી દ્વારા એક માર્મિક અપીલ કરવામાં આવી છે. સંસ્થાના ડો. સતીષ પટેલે 'શું તમે મોરબીના આદર્શ નાગરિક છો? તો વાંચો, વિચારો અને અમલમાં મૂકો' શીર્ષક હેઠળ એક પત્રિકા દ્વારા નાગરિકોને પોતાની ફરજ નિભાવવા અનુરોધ કર્યો છે. સ્વચ્છતા જાળવો: ધરતીને આપણે માતા કહેતા હોઈએ તો શહેરની શેરી, ગલી અને રોડ-રસ્તા પણ ધરતી જ છે. તેના પર પાન-માવાની પિચકારી ન મારવી જોઈએ અને ઘરનો કચરો રસ્તા પર ન ફેંકવો જોઈએ.ટ્રાફિક નિયમોનું પાલન: વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે. પાણીના પ્રવાહની જેમ કોઈની આગળ નીકળી જવાની કે ઓવરટેક કરવાની હરીફાઈ કરવાથી બચવું જોઈએ.અવાજ અને હવાનું પ્રદૂષણ અટકાવો: તહેવારોમાં મોડી રાત સુધી ફટાકડા ફોડીને પ્રદૂષણ ન ફેલાવવું. આપણી મજા પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કે રોગથી પીડાતા વૃદ્ધો માટે સજા ન બની રહે તેનું ધ્યાન રાખવું.રખડતા ઢોરની સમસ્યા અને ગૌમાતાની સેવા: રસ્તા પર રખડતા ઢોર એ શહેરની સળગતી સમસ્યા છે. ગાયને માતાનો દરજ્જો આપતા હોઈએ તો તેનું દૂધ દોહી લીધા પછી તેને રસ્તા પર રઝળવા ન છોડવી જોઈએ. ગાય જીવે ત્યાં સુધી તેનું પોષણ કરવું એ જ આપણી સંસ્કૃતિ છે.તહેવારોની ઉજવણીમાં વિવેક: શ્રાવણ માસમાં શહેરને ગોકુળિયું બનાવવાનો સંકલ્પ લેવો. વરઘોડો, દિવાળી કે વિજય સરઘસ જેવા પ્રસંગોએ મન ભરીને નાચીએ પણ આપણો આનંદ અન્યની શાંતિનો ભંગ ન કરે તે જોવું જ આપણી આદર્શ નાગરિકતા છે.કચરાનો યોગ્ય નિકાલ: આપણા ઘર અને આસપાસ એકઠા થતા કચરાનો આપણે જ યોગ્ય નિકાલ કરવો જોઈએ.અંતમાં જણાવવામાં આવ્યું છે કે સૌથી શ્રેષ્ઠ ધર્મ એ નાગરિક ધર્મ છે અને મોરબીના શાણા નાગરિકોએ આ બાબતો સમજીને આચરણમાં મૂકવી જોઈએ.પી.જી. પટેલ કોલેજથી સ્વચ્છતા જાગૃતિ અભિયાનનો પ્રારંભ: 27મીએ યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પવડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ શહેરને સ્વચ્છ રાખવું એ માત્ર મહાનગરપાલિકાની જ નહીં પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે તેવો સંદેશો આપવા માટે જાણીતા બાળરોગ નિષ્ણાત અને લેખક ડૉ. સતીષ પટેલના 'કોમનમેન ટ્રસ્ટ' દ્વારા પી.જી. પટેલ કોલેજથી એક અનોખા સ્વચ્છતા જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં કોલેજના આચાર્ય ડૉ. રવીન્દ્ર ભટ્ટ, HOD ડૉ. હેમાંગ ઠાકર, ટ્રસ્ટના ચંદ્રાશલા સાહેબ અને ડૉ. સતીશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તમામ ફેકલ્ટીના તેમજ JK SHAH CLASSES ના CA અને UPSC ના વિદ્યાર્થીઓને નાગરિકોની સામાન્ય ફરજો દર્શાવતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં જાહેર સ્થળોએ પણ આ પેમ્પલેટ વહેંચવામાં આવશે; આ ઉપરાંત આ જ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 27 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 8 થી 1 કલાક દરમિયાન GIDC મેઇન રોડ પર આવેલી સ્વામિનારાયણ સંસ્કાર બ્લડ બેંક ખાતે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે, જેમાં મોરબીના યુવાનો અને નગરજનોને મોટી સંખ્યામાં રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #Morbi #CommonmanFoundation #IdealCitizen #CleanMorbi #TrafficAwareness #MorbiNews