મોરબી, માળીયા મિયાણા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકામાં 11 આયુર્વેદિક અને 6 હોમિયોપેથીક ક્લિનિકમાં ઉમટતી ભીડછેલ્લા દોઢ દાયકામાં લોકો મોટી સંખ્યામાં નિર્દોષ ચિકિત્સા તરફ પરત ફર્યા : મહેન્દ્રસિંહજી આયુર્વેદિક હોસ્પિટલમાં પંચકર્મ અને ઇન્ડોર સહિતની સુવિધામોરબી : કોરોના મહામારી બાદ લોકો પ્રકૃતિની કદર કરવાની સાથે જ નિર્દોષ આયુર્વેદ ચિકિત્સા તરફ પરત ફર્યા છે, સિરામિક નગરી મોરબીમાં છેલ્લા દોઢ દાયકામાં જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદિક સરકારી ક્લિનિકમાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં જબરો વધારો નોંધાયો છે.હાલ દૈનિક ધોરણે મોરબી સિવિલ હોસ્પિટલ સ્થિત આયુષ ઓપીડી તેમજ અન્ય આયુષ ક્લિનિકોમાં કુલ મળી 500થી વધુ દર્દીઓ સારવાર માટે આવતા હોવાના સતાવાર આંકડા સામે આવ્યા છે.મહત્વનું છે કે, આયુર્વેદિક દવા લેવા આવતા દર્દીઓમાં અભણ કે અર્ધશિક્ષિત લોકોને બદલે ભણેલા ગણેલા લોકો વધુ હોવાનું આયુર્વેદ વિભાગ જણાવી રહ્યો છે.મોરબી જિલ્લો બન્યા બાદ જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા 13 વર્ષથી જિલ્લાના તમામ તાલુકા મથકો તેમજ હળવદ જેવા છેવાડાના રણકાંઠાના ગામડામાં પણ સરકારના પ્રયાસોથી આજે આયુર્વેદિક ક્લિનિક ધમધમતા થયા છે. મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.હરેશભાઇ જેતપરિયા જણાવે છે કે, સમગ્ર મોરબી જિલ્લામાં હાલમાં 11 આયુષ ક્લિનિક અને 6 હોમિયોપેથીક ક્લિનિક કાર્યરત છે. જે તમામ ક્લિનિકમાં દર્દીઓને ક્રોનિક એટલે કે, હઠીલા દર્દોની 100 ટકા સફળ સારવાર કરવામાં આવે છે. જ્યારે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ ખાતે પંચકર્મ અને દર્દીઓને કેટલાક રોગમાં ઇન્ડોર સારવાર પણ ઉપલબ્ધ છે.આ સાથે જ મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ છેલ્લા એક દાયકાથી આયુર્વેદ વિભાગ દ્વારા નિયમિત ઓપોડી ચલાવવામાં આવે છે જેમાં દૈનિક 70થી 80 પેશન્ટ સારવાર માટે આવી રહ્યા છે.ડો.હરેશભાઇ જેતપરિયા ઉમેરે છે કે, છેલ્લા દાયકાઓમાં લોકોની માનસિકતા બદલાઈ છે, અગાઉ એલોપથી સારવાર જ ઉત્તમ હોવાનું માનતા ભણેલા ગણેલા લોકોને એલોપથીથી થતા નુકશાનથી જાગૃત થયા છે અને હવે નિર્દોષ આયુર્વેદિક ચિકિત્સા તરફ વળ્યા છે. મહત્વનું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર અનુદાનિત આયુષ ક્લિનિકમાં સારવાર માટે આવતા દર્દીઓને નિઃશુલ્ક ટેબ્લેટ, ચૂર્ણ, ઉકાળો, ઔષધિયુક્ત તેલ તેમજ કેટલીક ઔષધિઓના સીરપ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે.આયુર્વેદ પદ્ધતિ નિર્દોષ હોવાની સાથે જુના અને હઠીલા દર્દોમાં 100 ટકા પરિણામ આપતા હોવાથી દિવસે - દિવસે લોકોનો ઝુકાવ આયુર્વેદ તરફ વળી રહ્યો છે. હાલમાં મોરબી જિલ્લામાં દૈનિક 500થી વધુ દર્દીઓ આયુષ ક્લિનિકનો લાભ લેતા હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.પંચકર્મ સારવાર પદ્ધતિમાં કેવી રીતે સારવાર થાય છે ?આયુર્વેદમાં પંચકર્મ એ શરીરને અંદરથી શુદ્ધ કરવા, ઝેરી તત્વોને બહાર કાઢવા અને રોગોને જડમૂળથી દૂર કરવા માટેની એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. સંસ્કૃતમા 'પંચ' એટલે પાંચ અને 'કર્મ' એટલે ક્રિયા. આ સારવારનો મુખ્ય હેતુ શરીરમાંથી બિનજરૂરી ટોક્સિન્સ બહાર કાઢીને ત્રિદોષ એટલે કે, વાત, પિત્ત અને કફનું સંતુલન જાળવવાનો છે.પંચકર્મના પાંચ મુખ્ય કર્મો છે.વમન : આ પ્રક્રિયામાં વિશેષ ઔષધિઓ આપીને ઉલટી કરાવવામાં આવે છે. આનાથી છાતી અને જઠરમાં જમા થયેલો કફ અને ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. અસ્થમા, ઉધરસ, અને ચામડીના રોગોમાં ઉપયોગી છે.વિરેચન : આ પદ્ધતિમાં ઔષધિયુક્ત જુલાબ આપીને આંતરડા અને પિત્તાશયને સાફ કરવામાં આવે છે. આનાથી શરીરમાંથી વધારાનું પિત્ત મળ વાટે બહાર નીકળે છે. તે એસિડિટી, કમળો અને પિત્તના રોગો માટે અસરકારક છે.બસ્તી : આ પ્રક્રિયામાં ગુદામાર્ગે ઔષધિયુક્ત તેલ અથવા ઉકાળાનો એનિમા આપવામાં આવે છે. વાત દોષના સંતુલન અને પાચનતંત્રની સફાઈ માટે આ શ્રેષ્ઠ સારવાર માનવામાં આવે છે. સાંધાના દુખાવા, પેરાલિસિસ અને કબજિયાતમાં આનાથી ઘણો ફાયદો થાય છે.નસ્ય : નાકમાં ઔષધિયુક્ત તેલ, ઘી અથવા વનસ્પતિના રસના ટીપાં નાખવામાં આવે છે. આનાથી માથા, ગળા, આંખ અને સાયનસના રોગો મટે છે અને માનસિક તણાવ ઓછો થાય છે.રક્તમોક્ષણ : આ પ્રક્રિયામાં જળો અથવા અન્ય પદ્ધતિઓ દ્વારા શરીરમાંથી અશુદ્ધ અને દૂષિત લોહી કાઢવામાં આવે છે. આ ખાસ કરીને ખીલ, સોરાયસીસ જેવા ચામડીના રોગો અને લોહીના વિકારોમાં કરવામાં આવે છે.આયુર્વેદમાં અભ્યંગ અને સ્નેહનઆયુર્વેદમાં 'અભ્યંગ' એટલે ઔષધિયુક્ત હૂંફાળા તેલથી કરવામાં આવતી આખા શરીરની વ્યવસ્થિત માલિશ. આયુર્વેદિક ચિકિત્સામાં અને ખાસ કરીને પંચકર્મના પૂર્વકર્મ એટલે કે સ્નેહનમાં આ એક ખૂબ જ મહત્વની પ્રક્રિયા છે. અભ્યંગ પ્રક્રિયામાં વ્યક્તિની શારીરિક પ્રકૃતિ વાત, પિત્ત કે કફ અને બીમારીને ધ્યાનમાં રાખીને ચોક્કસ તેલ જેમ કે તલનું તેલ, મહાનારાયણ તેલ, ક્ષીરબલા તેલ વગેરે પસંદ કરવામાં આવે છે. આ તેલને સહેજ ગરમ કરીને માથાના વાળથી લઈને પગના તળિયા સુધી ચોક્કસ લય, દબાણ અને દિશામાં માલિશ કરવામાં આવે છે.ડાયાબિટીઝ, એસીડીટી, અપચો અને ચામડી સહિતના રોગોમાં આયુર્વેદિક સારવાર ઉત્તમડો.હરેશભાઇ જેતપરિયા ઉમેરે છે કે આજના સમયમાં નાની ઉમરથી જ એસીડીટી, ડાયાબિટીઝ, ગેસ, અપચો, શ્વશનતંત્ર, શરદી અને એલર્જી જેવી ક્રોનિક એટલે જે જીદી બીમારીઓનું પ્રમાણ વધ્યું છે.એલોપેથીક સારવારમાં આ તમામ રોગનું મારણ નથી જેથી કાયમી દવા લેવી પડે છે જ્યારે આયુર્વેદ પદ્ધતિથી આવા જટિલ અને હઠીલા રોગને જડમૂળથી દૂર કરવાની ક્ષમતા હોવાની સાથે આયુર્વેદિક દવાની આડઅસર મ હોવાથી લોકોનો હવે નિર્દોષ ચિકિત્સા તરફ વિશ્વાસ વધ્યો છે.આયુર્વેદિક સારવાર માટે 300થી વધુ પ્રકારની ઔષધિઓ, પરેજી - આચરણ આવશ્યકઆયુર્વેદિક સારવારથી હઠીલા અને જૂના રોગમાં અસરકારક અને 100 ટકા પરિણામ મળે છે પરંતુ આ માટે દર્દીઓની ધીરજ તેમજ તબીબી સલાહ મુજબનું આચરણ અને પરેજી ખૂબ આવશક્ય હોય છે. જો દર્દીઓ પરેજી પાળવામાં ચૂક કરે તો પરિણામ મળી શકતું નથી.જેથી આ દર્દી કેન્દ્રિત સારવાર પદ્ધતિ છે.મહત્વનું છે કે, મોરબી જિલ્લામાં આયુર્વેદ ક્લિનિકમાં 50થી 60 પ્રકારની અલગ અલગ ઔષધિઓથી દર્દીઓને સારવાર આપવામાં આવે છે.આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં 300થી વધુ પ્રકારની ઔષધિઓ ઉપલબ્ધ હોવાનું...