કેમ્પમાં 40 દર્દીઓએ ફ્રી સારવારનો લાભ લીધો, ડૉક્ટરો અને BPT ના 14 વિદ્યાર્થીઓએ આપી પ્રશંસનીય સેવામોરબી અપડેટ: મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા ગત તારીખ 23 સપ્ટેમ્બર 2026 ને બુધવારના રોજ ભરતનગર સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે એક નિઃશુલ્ક ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 40 જેટલા દર્દીઓએ ફ્રી નિદાન અને સારવારનો લાભ લીધો હતો.આ કેમ્પમાં ઉપસ્થિત તબીબો દ્વારા દર્દીઓની ફિઝીયોથેરાપી સંબંધિત વિવિધ સમસ્યાઓની સઘન તપાસ કરી તેમને જરૂરી સારવાર, માર્ગદર્શન તથા સ્વાસ્થ્ય અંગેની યોગ્ય સલાહ આપવામાં આવી હતી. આ ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. દિક્ષીતા વોરા અને ડૉ. ભક્તિ અંબાસણા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક સંચાલન ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આ આરોગ્ય કેમ્પમાં બીજા વર્ષના BPT ના 14 વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ દર્દીઓની તપાસ અને સારવારમાં સહભાગી બનવા ઉપરાંત તમામ ડૉક્ટરો સાથે મળીને સ્થાનિક લોકોમાં ફિઝીયોથેરાપી શું છે, તેના વિવિધ ઉપયોગો અને સ્વાસ્થ્યલક્ષી લાભો અંગે જાગૃતિ ફેલાવતી વિવિધ પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગ લીધો હતો. આર્યતેજ ગ્રૂપ ઑફ કોલેજીસના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓના આ સેવાભાવી પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી તથા ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન થતું રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરાઈ હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #AryatejInstitute #PhysiotherapyCamp #FreeHealthCamp #MedicalCamp #Healthcare