વીજલાઇન માટે ખેડૂતોની જમીનના વળતર મુદ્દે 25 સપ્ટેમ્બરે કલેક્ટર કચેરીમાં મહત્વની બેઠક: જેતપરના ખેડૂતોનો વિરોધમોરબી અપડેટ : મોરબી જિલ્લાના ગામડાઓમાંથી પસાર થતી વિજલાઇન/ટ્રાન્સમિશન ટાવરના મુદ્દે ખેડૂતો અને તંત્ર વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. તાજેતરમાં રેવન્યુ મંત્રી દ્વારા એમ.આર.સી. (માર્કેટ રેટ કમિટી) ની નોટિસ મોરબી જિલ્લાના અસરગ્રસ્ત ગામડાઓના ખેડૂતોને આપવામાં આવી છે. આ નોટિસ અંતર્ગત, જમીનના વળતર અંગે ચર્ચા કરવા માટે ખેડૂતોને આગામી 25/09/2026 ના રોજ મોરબી કલેક્ટર કચેરી ખાતે બેઠકમાં બોલાવવામાં આવ્યા છે.ખાસ કરીને '765 KV D/C KPS-2(GIS) - Halvad Transmission Line' માટે જેતપર સહિતના ગામોના ખેડૂતોની જમીન અસરગ્રસ્ત બની છે. તંત્ર દ્વારા જમીનનું વળતર નિયત કરવા માટે માર્કેટ રેટ કમિટી રચવામાં આવી છે, જેમાં સરકારના અને કંપનીના મૂલ્યાંકનકાર ઉપરાંત ખેડૂત પ્રતિનિધિ અને ખેડૂતના મૂલ્યાંકનકારની નિમણૂંક કરવાની થાય છે. જોકે, ખેડૂતો દ્વારા હજુ સુધી આ નિમણૂક ન કરાઈ હોવાથી, 25 તારીખે સવારે 10:00 વાગ્યે કલેક્ટર કચેરીના સભાખંડમાં આ અંગેની બેઠક યોજાશે અને મૂલ્યાંકનની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો ખેડૂત પ્રતિનિધિ હાજર નહીં રહે તો તેઓ ખેડૂત વેલ્યુઅર નિમવા માંગતા નથી તેવું માનીને કાર્યવાહી આગળ વધારવામાં આવશે.આ નોટિસને પગલે, જેતપર ગામના ખેડૂતો દ્વારા એક મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં ગામના તમામ ખેડૂતોએ સંકલ્પ લીધો છે કે તેઓ પોતાના અધિકારો માટે 25 સપ્ટેમ્બરે કલેક્ટર કચેરી ખાતે જશે. જેતપર ગામમાંથી ખેડૂત ભાઈઓ, બહેનો અને બાળકો પણ (શાળામાં રજા રાખીને) મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ઉમટી પડશે.ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી દ્વારા મોરબી જિલ્લાના દરેક ગામના ખેડૂતો, બહેનો, ભાઈઓ અને બાળકોને ફરજિયાતપણે આ કાર્યક્રમમાં જોડાઈને ખેડૂત એકતા બતાવવા આહ્વાન કરવામાં આવ્યું છે. ખેડૂતોને 25/09/2026 ના રોજ સવારે 9:30 કલાકે કલેક્ટર કચેરી ખાતે પહોંચી જવા હાકલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #FarmersProtest #JetparFarmers #MorbiCollectorOffice #GujaratFarmers #TransmissionLineIssue