એ ડિવિઝન પોલીસે કાર ચાલકને પકડી પાડ્યો, દારૂ મંગાવનાર અન્ય એક શખ્સનું નામ ખુલતા શોધખોળ શરૂમોરબી અપડેટ : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શક્ત શનાળા રોડ પર પેટ્રોલિંગ દરમિયાન આજે એક શંકાસ્પદ ઈક્કો કારમાંથી 300 લિટર દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે કાર અને દારૂ મળી કુલ 3,10,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી છે અને દારૂ મંગાવનાર અન્ય એક આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.શક્ત શનાળા ઘુનડા રોડ પર તળાવ પાસે એક શંકાસ્પદ ઈક્કો કાર (રજીસ્ટ્રેશન નંબર GJ-36-AL-6213) આવતા તેને અટકાવીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. કારની પાછળની સીટમાં તપાસ કરતા 6 પ્લાસ્ટિકના બાચકા મળી આવ્યા હતા, જેમાં 5 લિટરની ક્ષમતાવાળી દેશી દારૂ ભરેલી 60 કોથળીઓ (બુંગીયા) મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી 60,000 રૂપિયાની કિંમતનો 300 લિટર દેશી દારૂ અને 2,50,000 રૂપિયાની કિંમતની ઈક્કો કાર મળી કુલ 3,10,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે ઈક્કો કારના ચાલક શૈલેષભાઈ વિનુભાઈ સુરેલા (ઉ.વ. 35, રહે. જોધપર નદી ગામ, કોળી વાસ, મોરબી) ની અટકાયત કરી હતી. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો તે વેચાણ અર્થે વિશ્વરાજસિંહ જાડેજા (રહે. શક્ત શનાળા, મોરબી) નામના શખ્સને આપવા જઈ રહ્યો હતો. આથી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ 65(e), 81 અને 98(2) મુજબ ગુનો નોંધી વિશ્વરાજસિંહ જાડેજાને પકડવા માટે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ચકુભાઈ દેવશીભાઈ કરોતરાને સોંપી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #CrimeNews #Prohibition #DesiDaru #GujaratPolice