મોરબી અપડેટ: મોરબી નેશનલ હાઈવે પર કુબેર સિનેમાની સામે આવેલા સર્વિસ રોડ પર રોડની વચ્ચોવચ જ મોટો પથ્થરોનો ઢગલો પડ્યો છે, જેના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઢગલાને કારણે અંધારામાં પસાર થતા વાહનો સ્લીપ થવાની કે અથડાવાની શક્યતા રહેલી છે. કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં સંબંધિત તંત્ર દ્વારા સત્વરે આ પથ્થરનો ઢગલો દૂર કરવા માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #TrafficHazard #RoadSafety #NationalHighway