વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ પોર્ટોસર સિરામિક ફેક્ટરીના લેબર કવાટર્સમાં રહી મજૂરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના વતની જીતેન્દ્રસિંહ દેવીસિંહ ઉ.32 નામના યુવાને ગઈકાલે સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના લેબર કવાટર્સમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.અપમૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.