માર્કેટ ચોક અને રામકૃષ્ણ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા નાટકમાં 4000 થી વધુ નગરજનો જોડાયા: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી રહ્યા ઉપસ્થિતવાંકાનેર (મોરબી અપડેટ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના સેવા કાર્યના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વાંકાનેર શહેરમાં બે સ્થળોએ 'નમો સેવા ગાથા - અનકહી કહાની' હેઠળ શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ અને મહાનગરપાલિકાના વોર્ડમાં 21 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન વિવિધ જગ્યાઓ પર શેરી નાટકો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે તારીખ 21 સપ્ટેમ્બરના રોજ વાંકાનેરમાં નવાપર ખાતે આવેલી રામકૃષ્ણ પ્રાથમિક શાળા તેમજ ટાઉનહોલ ખાતે માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં શેરી નાટકના કાર્યક્રમો યોજાયા હતા.સેવા, સમર્પણ અને જનકલ્યાણના સંદેશને લોકો સુધી સરળ અને અસરકારક રીતે પહોંચાડવા માટે માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવ ટાઉનહોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આશરે 4000 જેટલા નગરજનોએ સહભાગી બની નાટક નિહાળ્યું હતું. વાંકાનેર શહેરમાં યોજાયેલા બંને કાર્યક્રમમાં નગરજનો, યુવાનો અને વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #Wankaner #NamoSevaGatha #SevaSankalpAbhiyan #StreetPlay #GujaratGovernment