મોરબી અપડેટ: મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 23/09/2026 બુધવારના રોજ મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી બાથકો જેજીવાય ફીડર સવારે 9:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા ગામો જેવા કે અમરનગર, દાદાશ્રીનગર તથા રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષો તેમજ આ વિસ્તારના તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.