15 થી 20 દાતાઓ તૈયાર હોય તો બ્લડ બેન્કની ટીમ રૂબરૂ કલેક્શન માટે પહોંચશેમોરબી અપડેટ: હાલ મોરબીમાં ડેન્ગ્યુ અને કેન્સરના દર્દીઓ માટે પ્લેટલેટ્સ તેમજ બ્લડની અત્યંત તાત્કાલિક અને તાતી જરૂરિયાત ઉભી થઈ છે. જેને ધ્યાનમાં રાખીને મોરબીની સંસ્કાર બ્લડ બેન્ક દ્વારા સંવેદનશીલ નાગરિકો અને રક્તદાતાઓને રક્તદાન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.સંસ્કાર બ્લડ બેન્ક દ્વારા જણાવાયું છે કે, જો શહેરના કોઈ ગ્રુપ કે સોસાયટીમાં 15 થી 20 રક્તદાતા મિત્રો રક્તદાન માટે તૈયાર હોય, તો બ્લડ બેન્કની ટીમ એક કલાક માટે ત્યાં રૂબરૂ આવીને કલેક્શન કરી આપશે. માનવતાના આ સેવા કાર્યમાં આગળ આવી નાગરિકોને વધુમાં વધુ રક્તદાન કરવા અને કરાવવા ખાસ અપીલ કરવામાં આવી છે. આ અંગે રક્તદાન કે વધુ માહિતી માટે રમેશભાઈ માકાસણા (મો. 9727722763) નો સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #BloodDonation #SanskarBloodBank #DonateBlood #SaveLives #MorbiCity