કંટ્રોલ રૂમની કામગીરી અને મુસાફરોની સુવિધાઓ અંગે કલેક્ટરે જાત ચકાસણી કરીમોરબી અપડેટ (ટંકારા) : મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ટંકારા બસ સ્ટેન્ડની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરની આ અચાનક મુલાકાતના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને એસટી વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. મુલાકાત દરમિયાન સ્વપ્નિલ ખરેએ બસ સ્ટેન્ડના કંટ્રોલ રૂમની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને બસ સ્ટેન્ડના સંચાલન અંગેની માહિતી મેળવી હતી.આ ઉપરાંત, કલેક્ટરે બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે ઉપલબ્ધ સુવિધાઓની પણ ઝીણવટભરી ચકાસણી કરી હતી. તેઓએ બસ સ્ટેન્ડ સંકુલની અંદર રહેલી સુવિધાઓ અંગે ઉપસ્થિત મુસાફરો સાથે વિશેષ વાતચીત કરી હતી અને તેમની સગવડ અંગે સીધો પ્રતિભાવ જાણ્યો હતો. મુસાફરોને કોઈ હાલાકી ન પડે અને તેમને પૂરતી સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે કલેક્ટર દ્વારા જરૂરી ચકાસણી પૂર્ણ કરવામાં આવી હતી.#MorbiUpdate #Tankara #Morbi #SwapnilKhare #CollectorMorbi #GujaratNews #STBusStand