હિંદુ સંગઠનોની ઝુંબેશમાં 52 જેટલા કોર્પોરેટરોએ સહી કરીને ટેકો જાહેર કર્યોમોરબી અપડેટ: મોરબી શહેરમાં જાહેર અને ધાર્મિક સ્થળો પાસે ધમધમતા ગેરકાયદેસર કતલખાના અને નોન-વેજની લારીઓ સામે હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યા બાદ મોરબી મહાનગરપાલિકા હરકતમાં આવી છે. તંત્ર દ્વારા લાયસન્સ વગર ચાલતી દુકાનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હિન્દુ સંગઠનો અને સ્થાનિકોનો વિરોધમોરબી સિટી વિસ્તારમાં આવેલી જાહેર જગ્યાઓ અને ધાર્મિક સ્થળોની આસપાસ ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના, ઈંડા અને નોન-વેજની લારીઓના વિરોધમાં આજે સર્વ હિન્દુ સંગઠન અને સ્થાનિક રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અંગે મહાનગરપાલિકા કચેરીમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.મહાનગરપાલિકાની એક્શન અને 14 દુકાનોને નોટિસમોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીના જણાવ્યા અનુસાર, 1-1-2025 થી નવા નિયમો અમલમાં આવ્યા બાદ અને રાજ્ય સરકારની સૂચના મુજબ પર્યુષણ પર્વ, મહાશિવરાત્રી અને રામનવમી જેવા તહેવારો તેમજ શ્રાવણ માસ દરમિયાન આવી દુકાનો બંધ રખાવવામાં આવી હતી. ફૂડ વિભાગના લાયસન્સ વિના ચાલતી બિનઅધિકૃત દુકાનોને કાયમી ધોરણે બંધ કરવા માટે 14 જેટલા ઈસમોને કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. GPMC એક્ટની જોગવાઈ મુજબ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી આગામી સપ્તાહમાં સિલિંગની કાર્યવાહી કરવામાં આવશે.29 તારીખનું અલ્ટીમેટમ અને કોર્પોરેટરોનો ટેકોહિન્દુ સંગઠનના આગેવાને જણાવ્યું હતું કે, ડેપ્યુટી કમિશનર સંજય સોની દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે 29 તારીખ સુધીમાં નોટિસ આપેલી તમામ દુકાનો સીલ કરી દેવામાં આવશે. આ ઉપરાંત, જે દુકાનો બાકી છે તેમને પણ આવતીકાલથી નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરાશે. આ ઝુંબેશમાં 52 જેટલા કોર્પોરેટરોએ સહી કરીને ટેકો જાહેર કર્યો છે. હાજર રહેલા 2 થી 4 કોર્પોરેટરો અને મેયર સાથેની ચર્ચા બાદ એવી પણ સંમતિ સધાઈ છે કે, જો 29 તારીખ સુધીમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો કોર્પોરેટરો પણ સંગઠન સાથે ધરણા પર બેસશે.ફૂડ ચેકિંગ ઝુંબેશ વધુ સઘન બનશેમહાનગર પાલિકા દ્વારા સ્પષ્ટ કર્યું હતું કે, જે દુકાનોને નોટિસ નથી મળી તેમને આઈડેન્ટીફાઈ કરીને નોટિસ અપાશે. ફૂડ શાખા અને SWM શાખાના સંકલનથી પોલીસ બંદોબસ્ત સાથે તમામ બિનઅધિકૃત દુકાનો બંધ કરાવાશે. વધુમાં, કોર્પોરેશનમાં હંગામી ધોરણે ફૂડ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. આગામી સમયમાં એક શિડ્યુલ તૈયાર કરીને સમગ્ર શહેરમાં આવેલી વેજ અને નોન-વેજની તમામ હોટલો અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #FoodSafety #IllegalMeatShops #HinduSangathan #MorbiCity #ActionAgainstIllegalShops