વાંકાનેર સીટી પોલીસે નવાપરા અને તાલુકા પોલીસે આણંદપર રોડ પરથી એક-એક શખ્સને દબોચ્યાવાંકાનેર (મોરબી અપડેટ): વાંકાનેર પંથકમાં પોલીસે જુગાર વિરોધી કાર્યવાહી કરતા વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને અલગ-અલગ સ્થળોએથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રથમ બનાવમાં, વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન નવાપરા પેટ્રોલપંપની પાછળના ભાગેથી મનોજ બાબુભાઈ કેરવાડીયા (ઉ.વ. 42, રહે. નવાપરા, વાંકાનેર) નામના શખ્સને 'કલ્યાણ ઓપન' વરલી ફીચરના આંકડા લખતા ઝડપી પાડી રોકડા રૂપિયા 370 નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.બીજા બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસે આણંદપરથી પાડધરા જવાના રસ્તે જાહેરમાં 'મિલન નાઈટ' વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા જયેશ હરગોવિંદભાઈ કુકડીયા (ઉ.વ. 35, રહે. ભાટીયા સોસાયટી, વાંકાનેર) ને પકડી પાડી રોકડા રૂપિયા 400 અને જુગાર રમવાનું સાહિત્ય કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Wankaner #CrimeNews #Gambling #VarliMatka #WankanerPolice #GujaratPolice