PGVCL દ્વારા મેન્ટેનન્સ કામગીરીને પગલે સવારે 08:30 થી સાંજે 16:30 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશેમોરબી અપડેટ: મોરબી PGVCL શહેર-3 પેટા વિભાગના 11 KV રાજનગર ફીડરમાં આગામી તારીખ 23/09/2026 ને બુધવારના રોજ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને પગલે સવારે 08:30 થી સાંજે 16:30 વાગ્યા સુધી આ ફીડર હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.વીજકાપથી પ્રભાવિત થનાર વિસ્તારો:આ મેન્ટેનન્સ કામગીરીના કારણે રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોકની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-3, 4, 5, 6 નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર અને ટેલીફોન એક્સચેન્જ વાળા વિસ્તાર સહિતના ભાગોમાં પાવર સપ્લાય બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #PGVCL #PowerCut #MaintenanceWork #RajnagarFeeder #MorbiCity