આ કર્મચારી આનંદ મકવાણાનું અગાઉ ડીઝલ ચોરીમાં પણ નામ ઉછળ્યું હતું, હાલ તેને રજા ઉપર ઉતારી દઇ નોટિસ ઇસ્યુ કરાઈ છે : કમિશનરમોરબી અપડેટ : મોરબીમાં લીલું વેંચતા નાના ધંધાર્થીઓ પાસેથી મહાપાલિકાનો કર્મચારી બળજબરીથી ઉઘરાણા કરતો હોવાના આક્ષેપ બાદ મંત્રી કાંતિલાલ અમૃતિયાએ આ નાના ધંધાર્થી મહિલાની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ પરથી જ કમિશનરને કડક કાર્યવાહીની સૂચના આપી હતી. જેને અનુસંધાને કમિશનરે એક્શન લઈને કર્મચારીને રજા ઉપર ઉતારી દઇ નોટિસ ઇસ્યુ કરી છે. વધુમાં આ મામલે એસીબીમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર મામલે મોરબી મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું છે કે, વિડીયોના માધ્યમથી આ બાબત તેમના ધ્યાનમાં આવી હતી. તાત્કાલિક તપાસ કરતા આ કર્મચારી સફાઈ વિભાગના રોજમદાર આનંદ મકવાણા હોવાનું સામે આવ્યું હતું. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, આનંદ મકવાણા નગરપાલિકા સમયથી રોજમદાર તરીકે કામ કરે છે અને ભૂતકાળમાં ડીઝલ ચોરી જેવી બાબતોમાં પણ તેનું નામ ઉછળ્યું હતું. મહિલાનો આક્ષેપ છે કે ગેરકાયદેસર રીતે ઘાસ વેચવા બેસવા દેવા માટે કર્મચારી 100 રૂપિયા ઉઘરાવતો હતો. જોકે, કર્મચારીની પૂછપરછ કરતા તેણે લાંચ લેવાની ના પાડી હતી અને અગાઉ આ મહિલાને 2 વખત ઈ-ચલણથી દંડ ફટકાર્યો હોવાના પુરાવા રજૂ કર્યા હતા. અગાઉ પૂર્વ કમિશનરની હાજરીમાં પણ આ મહિલાને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને તેમજ મંત્રીની મુલાકાત અને સૂચનોને ધ્યાનમાં રાખીને, તાત્કાલિક અસરથી આનંદ મકવાણાને રજા પર ઉતારી દેવામાં આવ્યો છે અને નોટિસ પણ ફટકારવામાં આવી છે.કર્મચારી સામે ACB માં કેસ દાખલ કરવાની તજવીજ કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું કે, ઘાસ વેચતી મહિલાની ફરિયાદ લેવામાં આવી છે અને એસપી સાથે સંકલન કરીને આ કર્મચારી સામે બળજબરીપૂર્વક ઉઘરાણી કરવા બદલ ACB નો કેસ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જો કેસ સાબિત થશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે. રોજમદાર કર્મચારી પાસે દંડ વસૂલવાની સત્તા ન હોય, પરંતુ આનંદ મકવાણા પાસે સુપરવાઇઝરનો ચાર્જ હોવાથી તે ઓનલાઈન ઈ-ચલણથી દંડ ફટકારવાની કામગીરી કરતો હતો.કોર્પોરેશન ગેરરીતિ સાંખી લેશે નહીં: જાહેર જનતાને અપીલમ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ કર્મચારી લાંચ માંગે અથવા ગેરકાયદેસર પૈસા ઉઘરાવે તો તાત્કાલિક કમ્પ્લેન રજીસ્ટરમાં, ઓનલાઈન અથવા રૂબરૂ આવીને જાણ કરવી. કોર્પોરેશન આવી કોઈ પણ પ્રવૃત્તિને સાંખી લેશે નહીં અને કડક કાર્યવાહી કરશે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #BriberyCase #Suspended #GujaratNews #ACB