મોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ દાણાપીઠ પમ્પિંગ સ્ટેશન ખાતે આવતીકાલે તારીખ 22/09/2026 ને મંગળવારના રોજ જરૂરી મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.આ મેન્ટેનન્સ કામગીરીના કારણે તારીખ 22 સપ્ટેમ્બરના રોજ દાણાપીઠ પમ્પિંગ સ્ટેશનથી વિતરણ થતાં વાઘપરા, વજેપર, મકરાણીવાસ, મતવાવાસ, બોરીચાવાસ અને લખધીરવાસ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. જેથી આ વિસ્તારના રહીશોને પાણીના કાપ અંગે નોંધ લેવા અને સહકાર આપવા મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના ડેપ્યુટી ઇજનેર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #WaterCut #MorbiMunicipalCorporation #DanapithPumpingStation #WaterSupply