એક તરફ 'ઊર્જા બચાવો'ના નારા, બીજી તરફ સરકારી કચેરીમાં જ લાપરવાહીમોરબી અપડેટ : મોરબી કલેક્ટર કચેરી સંકુલમાં આવેલી સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડ્સ (SLR) કચેરીના વર્ગ-3 ના કર્મચારીઓ આજથી પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. કર્મચારીઓની હડતાળને પગલે કચેરીનું કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે, જેના કારણે પોતાના જમીન-મહેસૂલ સંબંધિત કામો માટે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.કચેરીમાં કોઈ હાજર નહીં, છતાં ઉપકરણો ધમધમતા રહ્યાહડતાળના પગલે બપોરના સમયે કચેરીમાં એક પણ કર્મચારી હાજર ન હતો અને તમામ ટેબલ-ખુરશીઓ ખાલીખમ જોવા મળી હતી. આશ્ચર્યની વાત એ છે કે, કચેરીમાં કોઈ પણ વ્યક્તિની હાજરી ન હોવા છતાં લાઈટ અને પંખા સતત ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા. અહીં ફરજમાં જે હાજર હોય તેમના દ્વારા કચેરીના વીજ ઉપકરણો બંધ કરવાની પણ તસ્દી લેવામાં આવી ન હતી.તંત્ર બેદરકારો સામે પગલાં ભરશે કે કેમ?એક તરફ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે 'ઊર્જા બચાવો'ના નારા અને જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીમાં જ આ પ્રકારે વીજળીનો ખુલ્લેઆમ વ્યય થતો જોઈ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના નાણાંનો આ રીતે વેડફાટ કરનારા જવાબદારો સામે વહીવટી તંત્ર તપાસ કરી શિક્ષાત્મક પગલાં લેશે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CollectorOffice #LandRecords #Strike #SaveEnergy #GujaratNews