100 થી વધુ ખેડૂતોએ દર્શન કરી ધન્યતા અનુભવી મોરબી અપડેટ: વર્ષ 1893 માં લોકમાન્ય બાલ ગંગાધર તિલકે સમાજમાં એકતા અને સંગઠિતતા વધે તે હેતુથી જાહેર ગણેશોત્સવની શરૂઆત કરી હતી. આ જ ભાવનાને આગળ વધારતા મોરબીમાં આયોજિત 'સિદ્ધિવિનાયક કા રાજા' ગણેશ મહોત્સવમાં ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી–જેતપરના ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.મોરબી ખાતે અરવિંદ બારૈયા અને ઓમ બારૈયા દ્વારા 'સિદ્ધિવિનાયક કા રાજા' ગણેશ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જેતપર છાવણીના 100 થી વધુ ખેડૂતોએ એકસાથે ઉપસ્થિત રહીને ગણપતિ બાપાના દર્શન કર્યા હતા અને વિઘ્નહર્તાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #GaneshUtsav #SiddhivinayakKaRaja #Farmers #Jetpar #GujaratFarmers