મોરબી અપડેટ: મોરબીના ભડીયાદ નજીક ગોલ્ડકોઈન સિરામિક ફેક્ટરીમાં ગઈકાલે ફૂંકાયેલા ભારે પવનના કારણે એક શેડ અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે.મળતી માહિતી મુજબ, ભડીયાદ નજીક આવેલી ગોલ્ડકોઈન સિરામિકમાં ગઈકાલે વાતાવરણમાં આવેલા પલટા અને ભારે પવનના કારણે એક શેડ તૂટી પડ્યો હતો. આ શેડની નીચે સિરામિક ઉદ્યોગમાં વપરાતી માટીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. સદનસીબે, જ્યારે આ શેડ ધરાશાયી થયો ત્યારે આસપાસ કોઈ સ્ટાફ કે મજૂરો હાજર ન હતા. સ્ટાફના કોઈ પણ સભ્યને સામાન્ય ઈજા પણ ન પહોંચતા ફેક્ટરી સંચાલકો અને શ્રમિકોએ ભારે હશકારો અનુભવ્યો હતો. #Morbi #MorbiUpdate #Bhadiad #CeramicIndustry #MorbiCeramic #GoldcoinCeramic #MorbiNews #GujaratNews