મોરબી અપડેટ: મોરબી નજીક આવેલા મકનસર ગામમાં 'યુવા ગ્રુપ મકનસર' દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બાપ્પાની વિશેષ મહાઆરતીનું સુંદર આયોજન કરાયું હતું તેમજ ગણપતિ બાપ્પા સમક્ષ 56 ભોગનો થાળ ધરાવવામાં આવ્યો હતો. પૂજા અર્ચના અને ભવ્ય ઉજવણી બાદ, ઉત્સવના અંતે યુવા ગ્રુપના સભ્યો દ્વારા ભારે હર્ષોલ્લાસ અને 'ગણપતિ બાપ્પા મોરિયા' ના ગગનભેદી નાદ સાથે બાપ્પાની મૂર્તિનું ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #MorbiNews #Makansar #YuvaGroup #GaneshUtsav #MahaAarti #ChhappanBhog #GanpatiVisarjan