વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં બેલાની ખાણમાં એક વિચિત્ર દુર્ઘટનામાં શ્રમિક યુવક હેલોજન લાઈટના છેડા આપતો હતો ત્યારે અચાનક વીજશોક લાગતા ફેંકાઈને દૂર ઊંડી પાણી ભરેલી ખાડમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં રામભાઈની બેલાની ખાણમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના સુનિલકુમાર જગતનારાયણ બિંદ ઉ.47 ગઈકાલે હેલોજન લાઈટના છેડા આપી રહ્યા હતા ત્યારે અચાનક વીજશોક લાગતા તેઓ ફેંકાઈને પાણી ભરેલી ખાણમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.