રક્ષાબંધન 2026 નિમિત્તે યોજાયેલી ઓપન ગુજરાત કાવ્ય સ્પર્ધામાં નર્મદાનંદન કવિ જલરૂપે મોરબીનું ગૌરવ વધાર્યુંમોરબી અપડેટ: 'ધ બિંદી પ્રોજેક્ટ' દ્વારા રક્ષાબંધન 2026 નિમિત્તે 'ઉદ્દેશ્ય પૂર્ણ કવિતા દ્વારા પ્રેરિત પરિવર્તન' (Poetry That Inspires Change) ની થીમ પર ઓપન ગુજરાત કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી અનેક કવિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના યુવા કવિ નર્મદાનંદન કવિ જલરૂપે પણ ભાગ લીધો હતો અને પોતાની બહેન પર આધારિત સુંદર રચના પ્રસ્તુત કરી હતી. તેમની આ ઉત્કૃષ્ટ કવિતાને સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત થયું છે. 'ટોપ પરફોર્મર' તરીકે વિજેતા બનીને તેમણે સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #TheBindiProject #PoetryCompetition #Rakshabandhan2026 #GujaratiPoetry #MorbiPride