સ્વ. જીગ્નેશ રાવલના સ્મરણાર્થે યોજાનાર આ કાર્યક્રમમાં બપોરે રામદેવપીરના સામૈયા અને રાત્રે રામામંડળની રમઝટ જામશેહળવદ (મોરબી અપડેટ): હળવદમાં સ્વ. જીગ્નેશ ગુણવંતરાય રાવલના સ્મરણાર્થે આગામી 23 સપ્ટેમ્બર 2026, બુધવાર (ભાદરવા સુદ બારસ) ના રોજ સુપ્રસિદ્ધ ‘નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)’ નું ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. હળવદમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલ લુહાણા મહાજન વાડી પાસે આ મહોત્સવ યોજાશે, જેને લઈને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.કાર્યક્રમની રૂપરેખા મુજબ, 23 સપ્ટેમ્બરે બપોરે 3:45 કલાકે મંડળનું આગમન થશે. ત્યારબાદ બપોરે 4:00 કલાકે કુંભારપરા સ્થિત ખોડીયાર માતાજી મંદિરેથી રામદેવપીરના ભવ્ય સામૈયા યોજાશે. આ સામૈયામાં માહી લાઇવ ડીજેના સહયોગથી કૌશિક અલગોતર અને સેજલ શોભાવત લાઈવ ડીજે રીધમ ટાઇગર શિકોતર ગ્રુપ દ્વારા આકર્ષક પ્રસ્તુતિ કરવામાં આવશે. રાત્રે 8:30 કલાકે કાર્યક્રમની શરૂઆત થશે અને 9:00 કલાકે કલાકારો મિલન કાકડીયા, ગગુડિયો, હીતેશરા પ્રજાપતિ અને જયદીપસિંહ જાડેજા તથા તેમના ગ્રુપ દ્વારા રામામંડળની જમાવટ કરવામાં આવશે.આ પ્રસંગે નકલંક ગુરુધામ (શક્તિનગર) ના મહંત પ.પૂ. દલસુખરામ બાપુ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે, જ્યારે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. આ સમગ્ર ધાર્મિક મહોત્સવના આયોજક મયુર ગુણવંતરાય રાવલ તથા રાવલ પરિવાર દ્વારા સર્વે ભાવિક ભક્તોને સહપરિવાર પધારી દર્શન તેમજ રામામંડળનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Halvad #Ramamandal #ToraniyaRamamandal #Ramdevpir #ReligiousEvent