મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વાવડી રોડ પર કારીયા સોસાયટીમાં બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧)અર્જુનભાઇ વિષ્ણુભાઇ નકુમ રહે.મોરબી વાવડી રોડ, કારીયા સોસાયટી (૨) આર્યનભાઇ બાલુભાઇ મકવાણા રહે.મોરબી, મહેન્દ્રપરા (૩)મોહનભાઇ પ્રેમજીભાઇ હડીયલ ઉ.વ.૪૨ રહે. મોરબી,માધાપર (૪)રાહુલભાઇ મનુભાઇ મકવાણા રહે.મહેન્દ્રપરા, મોરબી (૫) વિવેકભાઇ હરીભાઇ ભલસોડ રહે.વાવડી રોડ, કારીયા સોસાયટી, મોરબી (૬) જનકભાઇ અશોકભાઇ ભલસોડ રહે.વાવડી રોડ,કારીયા સોસાયટી, મોરબી અને આરોપી (૭) કેવલભાઇ જેન્તીલાલ ભલસોડ રહે.વાવડી રોડ, કારીયા સોસાયટી, મોરબી વાળાઓને રોકડા રૂપિયા ૧૧,૫૦૦ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.