ધોરણ 1 થી કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત 2 ડોક્ટર દીકરીઓ, GTU ગોલ્ડ મેડાલિસ્ટ અને રાજકીય ક્ષેત્રે વિજેતા દીકરીનું વિશેષ સન્માન કરાયુંમોરબી અપડેટ: મોરબી સમસ્ત ખવાસ રાજપૂત જ્ઞાતિ દ્વારા ગત તારીખ 27/09/2026 ને રવિવારના રોજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી કોલેજમાં અભ્યાસ કરતા તેમજ પોતાનો અભ્યાસ પૂર્ણ કરેલ તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ સર્ટીફીકેટ અને ભેટ આપવામાં આવ્યા હતા, જ્યારે દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ સમારોહમાં જ્ઞાતિનું ગૌરવ વધારનાર વિશેષ પ્રતિભાઓનું પણ બહુમાન કરાયું હતું. જ્ઞાતિમાં ડોક્ટર બનેલ 2 દીકરીઓને પ્રશસ્તિ પત્ર અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવી હતી. તેમજ GTU માં સિરામિક ડિપ્લોમામાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવનાર હોનહાર વિદ્યાર્થીને પણ જ્ઞાતિ તરફથી સાલ ઓઢાડી અને પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જ્ઞાતિની એક દીકરી કે જેઓ મોરબી મહાનગરપાલિકામાં ચૂંટાયેલ છે તેમજ ટંકારા તાલુકા પંચાયતની બેઠક પર વિજય મેળવી તાલુકા પંચાયત કારોબારી સમિતિમાં નિયુક્તિ પામેલ છે, તેમનું પણ સાલ અને પ્રશસ્તિ પત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.જ્ઞાતિ પ્રમુખ, ટ્રસ્ટી મંડળ, મહિલા મંડળની બહેનો અને યુવક મંડળના સંપૂર્ણ સહકારથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો, તે બદલ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ જ્ઞાતિજનોનો પ્રમુખ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #KhavasRajputSamaj #StudentFelicitation #Education #CommunityEvent #MorbiEvents