મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન અને યુવાનોની જહેમતથી ભવ્ય આયોજન: બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ પ્રસાદ લીધોમોરબી અપડેટ: મોરબીના લખધીરવાસ સ્થિત દરજી જ્ઞાતિની વાડી ખાતે બ્રહ્માણી માતાજીની પ્રેરણાથી તારીખ 20 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ ભવ્ય 'જ્ઞાતિ મનોરથ' (સમૂહ ભોજન) કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભરતભાઈ કરશનભાઈ સોલંકી તથા મધુમતીબેન ભરતભાઈ સોલંકી (સોલંકી પરિવાર - મધડીયા) તરફથી આયોજિત આ સમૂહ ભોજનમાં બહોળી સંખ્યામાં મોરબીના દરજી જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લઈ મહાપ્રસાદનો લાભ લીધો હતો.આ કાર્યક્રમ મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ (A/32-મોરબી) ના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન અને યુવા કાર્યકરોની ભારે મહેનતથી સફળ રહ્યો હતો. આ તકે મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિના ટ્રસ્ટી મંડળના પ્રમુખ દીપકભાઈ રાઠોડ, ઉપપ્રમુખ નિયોગભાઈ રાઠોડ તથા અન્ય તમામ ટ્રસ્ટીઓ દ્વારા આયોજક ભરતભાઈ સોલંકી અને મધુમતીબેન સોલંકીને શાલ ઓઢાડીને તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિના ઉત્કર્ષ માટે આવા સુંદર સેવાકીય કાર્યો સતત કરતા રહે તે બદલ ટ્રસ્ટી મંડળ દ્વારા દાતા પરિવારને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #DarjiSamaj #SamuhBhojan #GyatiManorath #CommunityEvent