તેમના નંબર પરથી આવતા મેસેજમાં APK ફાઇલ કે અન્ય કોઇ ફાઇલ ન ખોલવા અપીલ, ખાતરી કર્યા વિના નાણાકીય વ્યવહાર ન કરવા તાકીદમોરબી અપડેટ : મોરબીના સનહાર્ટ ગ્રુપના ફાઉન્ડર અને પાટીદાર અગ્રણી ગોવિંદભાઈ વરમોરાનો મોબાઈલ હેક થયો હોવાની વિગતો સામે આવી છે. જેને પગલે તેમના નંબર પરથી આવતા કોઈપણ શંકાસ્પદ મેસેજ કે લિંક પ્રત્યે સાવચેતી રાખવા અને કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહાર ન કરવા તાકીદ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગોવિંદભાઈ વરમોરાનો મોબાઈલ હેક કરવામાં આવ્યો છે. હેકર્સ દ્વારા તેમના નંબરનો દુરુપયોગ કરીને પરિચિતોને મેસેજ મોકલવામાં આવી રહ્યા હોવાની શક્યતા છે. આથી તેમના દ્વારા એક સુરક્ષા સૂચના જાહેર કરીને અપીલ કરવામાં આવી છે કે, તેમના નંબર પરથી જો કોઈ APK ફાઇલ, લિંક કે અટેચમેન્ટ આવે તો તેને ભૂલથી પણ ડાઉનલોડ કરશો નહીં કે ખોલશો નહીં. વધુમાં જણાવાયું છે કે, સાયબર ભેજાબાજો તેમના નંબરનો ઉપયોગ કરીને પેમેન્ટની માંગણી કરી શકે છે. આથી, જ્યાં સુધી ગોવિંદભાઈ વરમોરા સાથે ફોન પર સીધી વાતચીત કરીને ખાતરી ન થાય ત્યાં સુધી તેમના નંબર પરથી આવતા મેસેજના આધારે કોઈપણ પ્રકારનું પેમેન્ટ કે બેંક ટ્રાન્ઝેક્શન કરવું નહીં તેમ તેમની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #CyberCrime #MobileHacked #CyberSecurity #GovindbhaiVarmora #MorbiNews #Gujarat