રાત્રીના સમયે સ્થાનિક જેલ સતાવાળાના ચેકીંગ દરમિયાન કેદીના પેન્ટના નેફામાંથી ફોન મળ્યોમોરબી : મોરબીની સબજેલમાં અવાર નવાર મોબાઈલ, નશીલા પદાર્થ અને પાન મસાલા પકડાવાની ઘટનાઓ બની રહી છે ત્યારે ગઈકાલે રાત્રીના સમયે સ્થાનિક જેલ તંત્રની ઝડતીની કાર્યવાહી દરમિયાન એક કેદીના પેન્ટના નેફામાંથી મોબાઈલ ફોન મળી આવતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રિઝન એકટ મુજબ ગુન્હો દાખલ કરાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સબ જેલના સુબેદાર રાજુભાઇ એન.ઝેઝરીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે રાત્રીના સમયે જેલ સ્ટાફ દ્વારા જેલની ઝડતીની કાર્યવાહી લરવામાં આવતા સબજેલમાં સર્કલ નંબર 2મા ખોલો નંબર 2ની ઝડતી દરમિયાન કાચા કામના કેદી આરોપી ફારૂક અલ્લારખા ભટ્ટીને શંકાસ્પદ હિલચાલના આધારે ચેક કરવામાં આવતા આરોપીના પેન્ટના નેફામાંથી એક મોબાઈલ ફોન કિંમત રૂ.1000 તેમજ જીઓ મોબાઈલ કંપનીનું સીમકાર્ડ મળી આવ્યું હતું.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે પ્રિઝન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.