ભાદરવા માસમાં વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન કરાયું: 151 બ્રાહ્મણોને ભોજન કરાવાયુંમોરબી અપડેટ: મોરબીમાં આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસની પૂજાની પૂર્ણાહુતિ નિમિત્તે ભાદરવા માસમાં વિશેષ લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.મંદિરના આગેવાન દ્વારા જણાવ્યા અનુસાર, પવિત્ર શ્રાવણ માસના 30 દિવસ દરમિયાન મહાદેવની જે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે, તેની પરિપૂર્ણતાના ભાગરૂપે દર વર્ષે ભાદરવા માસમાં મંદિર તરફથી આ લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞનો મુખ્ય હેતુ તમામ સેવકો અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવો રહેલો છે. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મંદિર તરફથી 151 બ્રાહ્મણોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. શિવભક્તોએ આ પવિત્ર લઘુરુદ્ર યજ્ઞનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #AgneshwarMahadev #LaghurudraYagna #ShravanMas #Bhadarva #MahadevTemple #ReligiousEvent