વિદ્યાર્થીનીઓએ અવનવા ચિત્રો દોરી ભારતને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે સશક્ત બનાવવાનું વિઝન રજૂ કર્યુંમોરબી અપડેટ: મોરબીની પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (પીએમશ્રી) માધાપરવાડી કન્યા શાળા ખાતે 'વિકસિત ભારત' ની થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2047 માં ભારતની સ્વતંત્રતાને 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે આપણો દેશ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સંપૂર્ણ રીતે સશક્ત અને વિકસિત બને તેવા શુભ આશય સાથે આ સ્પર્ધા યોજવામાં આવી હતી.વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિ ખીલે અને તેઓ 'વિકસિત ભારત-2047' ના વિઝનને ઊંડાણપૂર્વક સમજે તે હેતુથી યોજાયેલ આ ચિત્ર સ્પર્ધામાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અવનવા ચિત્રો દોર્યા હતા.આ સ્પર્ધાને સફળ બનાવવા આર્ટ એન્ડ ક્રાફ્ટ ડ્રોઈંગ ટીચર નિરાલીબેન જાવીયા તેમજ શિક્ષકો ઉપેન્દ્રભાઈ ફુલતરિયા, દયાલજીભાઈ બાવરવા, જયેશભાઈ અગ્રાવત, દિનેશભાઈ સાવરિયા, ગીતાબેન અંદીપરા, હીનાબેન ચાવડા, નિમિષાબેન ચાવડા, ચાંદનીબેન સાંણજા, અશ્વિનભાઈ ક્લોલા, નિકિતાબેન કૈલા, અલકાબેન કોરવાડિયા તેમજ ઈન્ચાર્જ આચાર્ય અરવિંદભાઈ કૈલા વગેરેએ જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને વ્યવસ્થાપન સંભાળ્યું હતું.#Morbi #MorbiUpdate #MorbiNews #PMSHRI #MadhaparwadiSchool #ViksitBharat2047 #DrawingCompetition #GujaratEducation