પોલીસે રેડ કરી 92,576 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો, એક આરોપી ફરારમોરબી અપડેટ : મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે શકત શનાળા રોડ પર આવેલી ધર્મલાભ સોસાયટીમાં એક મકાન પર દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી 64 દારૂની બોટલો જપ્ત કરી છે, જેની કુલ કિંમત 92,576 રૂપિયા થાય છે. આ કિસ્સામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે 1 આરોપી ફરાર છે.કઈ રીતે પાડવામાં આવી રેડ? પોલીસ કર્મચારીઓ સવજીભાઈ, ચકુભાઈ કરોતરા, જયદીપભાઈ દેવસુર અને ચિરાગસિંહ ગોહિલ વગેરે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.સી. ગોહિલને ખાનગી બાતમી મળી હતી કે શૈલેષભાઈ અણદાભાઈ હણના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખીને વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે 19 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે 21:15 કલાકે ધર્મલાભ સોસાયટીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે મકાનમાં તપાસ કરતા ઉપરના માળે આવેલી રૂમમાંથી ત્રણ સૂટકેસમાં સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.ઝડપાયેલો મુદ્દામાલ અને આરોપીઓની વિગત પોલીસે અલગ-અલગ બ્રાન્ડની કુલ 64 દારૂની બોટલો કબ્જે કરી છે. જેમાં બ્લેન્ડર પ્રાઇડ રીઝર્વ કલેક્શન વ્હીસ્કીની 26 બોટલ (કિંમત 28,600 રૂપિયા), જેમસન ત્રીપલ ડીસ્ટીલેડ આઇરીશ વ્હીસ્કીની 20 બોટલ (કિંમત 41,500 રૂપિયા), એન્ટીક્યુટી બ્લુ અલ્ટ્રા પ્લેટીનીયમ વ્હીસ્કીની 10 બોટલ (કિંમત 10,500 રૂપિયા) અને જે એન્ડ બી રેર બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની 8 બોટલ (કિંમત 11,976 રૂપિયા)નો સમાવેશ થાય છે.બેની ધરપકડ, એક ફરાર જાહેરઆ ગુનામાં પોલીસે બે આરોપીઓ શૈલેષભાઈ ઉર્ફે રોબીન અણદાભાઈ હણ (ઉંમર 39, રહે. ધર્મલાભ સોસાયટી, મોરબી) અને વિવેકભાઈ ઉર્ફે બંસી રમેશભાઈ ખાંભલા (ઉંમર 23, રહે. રબારી કોલોની, રાજપર ગામ)ની ધરપકડ કરી છે. જ્યારે આ દારૂના ભાગીદાર અને ત્રીજા આરોપી વિશાલભાઈ ઉપેન્દ્રભાઈ ખાંભલા (રહે. ધરમનગર, શકતશનાળા) હાજર ન મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ હિતેશકુમાર વશરામભાઈ ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #MorbiCrime #LiquorSeized #GujaratPolice #CrimeNews